ગુજરાતના ખ્યાતનામ ડાન્સ કલાકારો ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીના હસ્તે ખેસ કર્યો ધારણ - ભારતીય જનતા પાર્ટી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ હાલમાં સમસ્ત ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા જોડાણ અભિયાન ચાલુ છે.આ સદસ્યતા અભિયાન દ્વારા કરોડો લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ક્યાંકને ક્યાંક એવું કહી શકાય કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, તે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આ વિચારધારા સાથે જોડાવા માટે અમદાવાદમાં ગુજરાતના શાસ્ત્રીય ડાન્સ કલાગુરુ સ્મિતા શાસ્ત્રી, બીજલ હરિયા, ઉમા અનંતાની તેમજ મેનન જેવા મહાન કલાકારો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને ખેસ પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. સાથે-સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.