Gram Panchayat Election 2021: નર્મદા જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારોની લાઈનો લાગી - Congress state general secretary Haresh Vasava

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2021, 12:17 PM IST

નર્મદા જિલ્લાની 184 ગ્રામપંચાયતોની (Gram Panchayat Election 2021) ચૂંટણીમાં ગામેગામ ઉત્સાહ ભેર મતદાન કરવા પહોંચ્યા હતાં. આશરે પ્રથમ કલાકમાં 10 ટકા મતદાન નોંધાયું છે અને ત્રણ કલાકમાં 20 ટકા મતદાન થયું છે. નર્મદાના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા સુંદરપુરા (Sensitive area sundarpura) ગામામાં લાંબી મતદારોની લાઈન જામી છે. કારણ કે, સુંદરપુરા ગામે ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ (Harshad, state president of BJP's tribal front) વસાવાના પિતરાઈ ભાઈ સરપંચ તરીકે ઉભા છે, જ્યારે સામે કોંગ્રેસના પ્રદેશ મહાપ્રધાન હરેશ વસાવાનો (Congress state general secretary Haresh Vasava) પિતરાઈ ભાઈ સરપંચના ઉમેદવાર તરીકે ઉભા છે.એટલે કોંગ્રેસ ભાજપ સામે સીધી ટક્કર આ ગામમાં છે. 1100 મતદારોનું મતદાન સાથે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે કોની જીત થશે એતો મતગણતરીના દિવસે ખબર પડશે, પરંતુ હાલ મતદારો ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે.સુંદરપુરા ગામે ભાજપના આદિજાતિ પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ કર્યું મતદાન પોતાના પરિવાર સાથે કર્યું મતદાન.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.