ડાકોર ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી - રણછોડરાયજી મંદિરમાં ગાયોની પૂજા
🎬 Watch Now: Feature Video
ડાકોર: રણછોડરાયજી મંદિરમાં પરંપરાગત રીતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ ગોપાષ્ટમીની ઉજવણી નિમિત્તે શ્રી રણછોડરાયજી મંદિરમાં ગાયોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ગૌશાળાની તમામ ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના માર્ગો પર ફેરવવામાં આવી હતી. ગોપાષ્ટમી પર્વે મંદિર ગૌશાળાની તમામ ગાયોને મંદિર તરફના માર્ગો પર લવાઈ હતી.જેને લઈ યાત્રાધામ ડાકોર ગોકુળિયું બન્યું હતું.આ પ્રસંગે ગાયોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો અને નગરજનો ઉમટ્યા હતા.