જેતપુર-ધોરાજી સહિત ગોંડલમાં મોડી રાત્રે નિસર્ગ ચક્રવાતની અસર જોવા મળી - ગોંડલમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના જેતપુર-ધોરાજી અને ગોંડલમાં બુધવારની મોડી રાત્રે નિસર્ગ ચક્રવાતની અસર જોવા મળી હતી. ચક્રવાતથી આવેલા વાવાઝોડાના કારણે વરસાદ અને ભારે પવનને લઈને જેતપુરમાં અંધાર પટ છવાયો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેતપુર-ધોરાજી અને ગોંડલમાં બુધવાર મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે જેતપુર શહેરમાં મોટું નુકસાન થયું હતું અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો નીચે આવેલી કેબીનો ઉપર વૃક્ષો પડતા કેબીનોનો કચર ધાણ નીકળ્યો હતો અને મોટું નુકસાન થયું હતું. શહેરના જૂનાગઢ રોડ તાલુકા સેવા સદન, અમરનગર રોડ, સરદાર ચોકમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને નુકસાન થયું હતું, રોડ ઉપર વૃક્ષો પડતા રોડ બંધ થયા હતા, શહેરની વીજ સપ્લાય લાઈન ઉપર વૃક્ષો પડતા શહેરનો વીજળી ગુલ થઈ હતી, સાથે-સાથે રબારીકા રોડ ઉપર આવેલ સાડીના કારખાનાના છાપરા ઉડી ગયા હતા, જ્યારે ધારેશ્વરમાં આવેલા GETCOના 400 KV સબ સ્ટેશનમાંથી જેતપુર શહેરને સપ્લાય કરવાની 66 KVની સપ્લાય લાઈન ફાયર થઈને બળી જતા સમગ્ર શહેરનો વીજ પુરવઠો બંધ થયો હતો અને જેતપુરમાં અંધાર પટ છવાય ગયો હતો, GETCO દ્વારા વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા કામગીરી શરૂ કરી હતી. જેતપુરના સપ્લાય ફીડરમાં અન્ય સબ સ્ટેશનમાંથી સપ્લાય કરવાની શરૂઆત કરવા માટે પ્રયત્ન બાદ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. શહેરમાં આખી રાત દરમિયાન અંધાર પટ છવાયેલ રહ્યો હતો.