ગિરનારની પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓનું ભવનાથ તરફ આગમન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: મહા વાવાઝોડુ બાદ ગિરનારની લીલી પરિક્રમા માટે ભાવિકો ભવનાથ તરફ આવી રહ્યા છે. ભક્તોનો પ્રવાહ ગત વર્ષ કરતા ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ આવતી કાલ રાત્રિ સુધીમાં ભવનાથ તળેટી માનવ મહેરામણથી ઊભરાશે એવું લાગી રહ્યું છે. આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાની શુભ શરૂઆત થવા જઇ રહી છે સૌરાષ્ટ્ર પર મહા વાવાઝોડાના ખતરા અને ત્યારબાદ પડેલા વરસાદને કારણે લોકો ચિંતિત હતા પરંતુ હવે વાવાઝોડાના ખતરાની સાથે વરસાદનું સંકટ પણ પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. જેને લઇને ભવનાથ તરફ પરિક્રમા કરવા માગતા ભાવિકોનો પ્રવાહ શરૂ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 48 કલાકથી વાવાઝોડાનો ભય સતત સતાવી રહ્યો હતો. જેને લઇને વન વિભાગે પણ નિયમ મુજબ પરિક્રમા શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે વાવાઝોડાની સાથે વરસાદનું પણ સંકટ દૂર થયું છે. જેથી સવારથી જ સમગ્ર રાજ્યમાંથી ભવનાથ તળેટી તરફ માનવ મહેરામણ આવી ચડશે અને મધ્ય રાત્રીના ૧૨ કલાકે ભવનાથ મંડળના સાધુઓની હાજરીમાં પરિક્રમાને વિધિવત રીતે ખુલ્લુ મુકવામાં આવશે.