બોટાદ નગરપાલિકાના બજેટને મળી સર્વાનુમતે મંજુરી - budget

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2019, 11:11 PM IST

બોટાદ: જિલ્લાના નગરપાલિકામાં બજેટ સત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 38 સભ્યો હાજર રહ્યાં હતા. આ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવતા પહેલા અગાઉ 2 વખત આ બજેટને નામંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે આ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આ બજેટ વર્ષ 2019-20નું મંજુર થયું છે. જે 72 કરોડ રૂપિયાનું છે. આ બજેટથી બોટાદના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તાઓ, ગટર, પાણી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. બોટાદ નગરપાલિકામાં નવા વોર્ડમાં પૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. તેમજ આ સામાન્ય સભામાં હાલ નગર પાલિકાના ઉપપ્રમુખ રાજીનામુ આપ્યું છે, જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.