રાજકોટઃ ભાદર-2 , વેણુ-2 તેમજ મોજ ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યાં - Moj Dam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 14, 2020, 4:26 PM IST

રાજકોટઃ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલો ભાદર-2 ડેમ, મોજીરા પાસે આવેલો મોજ ડેમ અને ઉપલેટાના ગધેથડ પાસે આવેલા વેણુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં 27,906 ક્યૂસેક પાણીની આવક સામે 27,906 ક્યૂસેક પાણીની જાવક છે. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના મોજીરા પાસે આવેલા મોજ ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં છે. આ ડેમમાં 4415 ક્યૂસેક પાણીની આવક સામે જાવક પણ 4415 ક્યૂસેક છે. આ સાથે જ ગધેથડ ગાયત્રી આશ્રમ પાસે આવેલા વેણુ- 2 ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં છે. વેણુ- 2 ડેમમાં 2268 ક્યૂસેક પાણીની આવક સામે જાવક 2268 ક્યૂસેકની છે. આ તમામ ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.