જામનગરમાં બ્રહ્મસમાજની મહિલાઓ દ્વારા ગરબા કોમ્પિટિશનનું આયોજન - જામનગર ભાજપના મહિલા કોર્પોરેટર
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મસમાજની મહિલાઓએ જુદા-જુદા રંગબેરંગી તૈયાર કરેલા માટીના ગરબાની કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં મહિલાઓને પહેલા ટાસ્ક આપવામાં આવ્યો હતો. બાદમાં મહિલાઓએ પોતાના ઘરે સુંદર ગરબા બનાવી અને બ્રહ્મસમાજની વાડી ખાતે સ્પર્ધામાં મૂક્યા હતા. આ ગરબા કોમ્પિટિશનમાં એક થી ત્રણ નંબર આપી રોકડ રકમ તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે કોરોના મહામારીને લઇને મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું અને ફરજિયાત માસ્ક પહેર્યુ હતું. જ્યારે મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે ભાજપના મહિલા કોર્પોરેટર તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.