ભારત અને આફ્રિકાના ચિત્રકારોએ દોરેલા મહાત્મા ગાંધીના સંદેશાત્મક ચિત્રોનું વડોદરામાં પ્રદર્શન - મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ હાલમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલના ભાગરૂપે ગુજરાત રાજય પ્રવાસન નિગમે સાપુતારા ખાતે એક કલા શિબિર યોજી હતી. આ પ્રદર્શનમાં 10 ભારતીય અને 10 આફ્રિકન એમ 20 ચિત્રકારોએ મહાત્મા ગાંધીના પ્રેરક જીવનનું નિરૂપણ કરતા 22 સંદેશાત્મક ચિત્રો દોર્યા હતા. આ ગાંધી ચિત્રોના પ્રદર્શનનું એમ.એસ.યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શન ખંડમાં પ્રવાસન નિગમ પ્રાયોજિત ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલના એક કાર્યક્રમ રૂપે આયોજન કરવામાં આવ્યું હતુ. મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસાના વિચારો આજે અને હમેંશા સુસંગત-પ્રસ્તુત છે અને રહેશે. ભારત અને આફ્રિકા સાથે મહાત્મા ગાંધીજીનો સંબંધ પણ હતો તે રીતે આજના આ પ્રદર્શન ભારત અને આફ્રિકાના કલાકારોએ 22 ચિત્રોને કંડારીને વડોદરામાં મહાત્મા ગાંધીના જીવનપ્રસંગોને ચિત્રોરૂપે કંડારી તાજા કર્યા હતા.