જામનગરમાં 10 લાખના 300 કિલો ચંદનના લાકડાથી અંતિમ સંસ્કાર કરાયા - funeral in jamnagr
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ ગોરીયાના માતા અને દ્વારકા જિલ્લા પચાયતના પૂર્વ પ્રમુખ મિત્તલ ગોરીયાના સાસુ મલુંબહેનનું ટૂંકી બીમારી બાદ નિધન થયું હતુ. જામનગરમાં દસ લાખ રૂપિયાના ૩૦૦ કિલો જેટલા ચંદનના લાકડા મંગાવ્યા તેના દ્વારા અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. ચંદનના લાકડા ઉપરાંત સવન લાકડાનો ઉપયોગ થયો હતો. મોટી સંખ્યામાં આહીર સમાજના અગ્રણીઓ અને ગોરીયા પરિવારના સભ્યો અંતિમ વિધીમાં પહોંચ્યા હતા.