જનતા કરફયૂમાં પોરબંદરના યુવાનોની અનોખી સેવા, વિનામૂલ્યે કર્યું માસ્ક વિતરણ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂનું આહવાન કર્યું હતું. જે અંતર્ગત રવિવારેર ધંધા-રોજગાર અને દુકાનો સદંત બંધ રાખવામાં આવી હતી. આ જનતા કરફ્યૂને તમામ લોકો સમર્થન આપી રહ્યા છે. કોરોના વાઇરસથી બચવા માટે ખાસ કરીને માસ્ક અને સેનેટાઈઝર ઉપયોગી નીવળે છે, પરંતુ માસ્કની કિંમત એટલી બધી વધુ થઈ ગઈ છે કે લોકોને ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી પોરબંદરના દરજી કામ કરતા યુવાનોએ શનિવારે રાત્રે જાગીને 5000 જેટલા માસ્ક બનાવ્યા હતા અને રવિવારે વહેલી સવારથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી લોકોએ પણ યુવાનોની આ સેવાને બિરદાવી હતી.