અમદાવાદમાં જન્માષ્ટમીની ઉજવણીમાં બંદૂક વડે ખુલ્લેઆમ ફાયરિંગ, પોલીસ ગુનો નોંધ્યો - gujaratpolices
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના જેતલપુરના રવેતી નગરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જેતલપુર વિસ્તારમાં બંદુકમાંથી હવામાં અંદાજે 30 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. આ મામલે ફાયરિંગ કરનાર શખ્સોનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે પોલીસે વીડિયોના આધારે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.