ભાવનગરમાં કડબ ભરેલા ટ્રકમાં લાગી આગ - ભાવનગરમાં ટ્રકમાં આગ
🎬 Watch Now: Feature Video
ભાવનગર શહેરથી 25 કિમી દૂર આવેલા નિરમાના પાટિયા પાસે રેહલા નર્મદ ગામે સોમવારે સાંજના સમયે એક કડબ ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન ટ્રકમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા કબડ ભડભડ સળગવા લાગતા ગામલોકો જોઈ જતા નિરમા કંપનીના ફાયર વિભાગને જાણ કરી હતી. નિરમા કંપનીના ફાયર વિભાગને ઘટનાની જાણ થતા દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ટ્રકમાં આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
Last Updated : Jan 5, 2021, 1:06 PM IST