સુરત: ઉધનામાં ગેસ પાઈપમાં લીકેજ થતા આગ ફાટી નીકળી - સુરતમાં ગેસ પાઇપ લાઇનમાં લીકેજ થતા આગ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં સાંજના સમયે ઉધના મેન રોડ પર ગેસ પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવી રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.