અમદાવાદ: યુનિવર્સિટી પાસે AMTS બસમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાની નહીં - Bus
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે ઉભેલી AMTS બસમાં અચાનક આગ લાગી હતી.આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાથી કોઈ જાનહાની પણ સર્જાઈ ન્હોતી. મળતી માહિતી મુજબ 142 રૂટની ગાડી વિદ્યાર્થીઓને લઈને આવી હતી જે બાદ પાર્ક કરેલી બસમાં એન્જીનમાં સ્પાર્ક થતા આગ લાગી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.