ભરૂચમાં આમોદ નજીક કારમાં આગ, કોઈ જાનહાની નહી - Fire breaks out in a ca
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરના આમોદ નજીક બર્નિંગ કારના દ્રશ્યો સર્જાયા હતા. તણછા ગામ નજીકથી ગત મોડી રાત્રીએ એક કાર પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાની સાથે કાર ચાલક સમય સુચકતાથી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો તો બીજી તરફ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગી હોવાને લઇ તપાસ હાથ ધરતા શોર્ટ સર્કીટનાં કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.