Unseasonal Rain In Mehsana: હવામાન વિભાગની આગાહી બાદ મહેસાણા જિલ્લામાં માવઠું, ખેડૂતો ચિંતિત - મહેસાણામાં ઠંડી
🎬 Watch Now: Feature Video
હવામાન વિભાગ (meteorological department gujarat)ની કમોસમી વરસાદ (unseasonal rain in gujarat)ની આગાહી બાદ મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ (Unseasonal Rain In Mehsana) જોવા મળી રહ્યો છે. ઠંડીની ઋતુમાં માવઠું થતા મહેસાણા જિલ્લા પંથકમાં ઠંડી (cold in mehsana)નો ચમકારો જોવા મળી રહ્યો છે. માવઠાને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. બીજી તરફ વરસાદની ઝરમર શરૂઆત વડનગર, વિસનગર, ઊંઝા સહિતના પંથકમાં પણ થઈ છે. રવિપાકોનું વાવેતર (cultivation of rabi crops) કરનારા ખેડૂતો વધુ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. માવઠાએ ફરી એકવાર ખેડૂતો માટે ચિંતા પેદા કરી છે.