લગ્નગાળામાં મહિલાઓને ખરીદીમાં સરળતા રહે તે માટે એક્ઝિબિશનનું આયોજન કરાયું - marriage period for women to make shopping easier at ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનો મોકો એક જ જગ્યાએથી મળી રહે તે માટે શહેરમાં ડિસેમ્બર એડિટ પોપ અપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં 15થી વધારે અમદાવાદની જાણીતા લોકોએ ભાગ લીધો હતો અને તેમના પ્રોડક્ટ શો કેસ કર્યા હતા. જેમાં બનારસી સાડી, પટોળા ઘરવખરીનો સામાન, જવેલરી, જેવી તમામ વસ્તુઓ કે જે લગ્નમાં કામ આવી શકે તેમજ કોઈને ગિફ્ટમાં આપી શકાય તે વસ્તુઓનો એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં અમદાવાદની ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો અને તેમની મનપસંદ વસ્તુઓનું શોપિંગ કર્યું હતું.