શહીદ પરિજનોને જમીન માટે વલખાં, મળવા પાત્ર રકમ અન્ય રાજ્ય કરતા ઓછી, જુઓ વીડિયો - x army
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ભારત દેશની સેવા જેમને પોતાની જાનની પણ પરવા વગર કરી છે, એવા માજી સૈનિકોનું ગોધરા તાલુકાના સંગઠનની એક સભા ગોધરા પરવડી ખાતે યોજાઈ હતી. જેમાં માજી સૈનિકો તેમજ વીર નારીઓ પણ મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતાં. માજી સૈનિકોની વિવધ 14 જેટલી માંગણીઓ હતી. જેમાં ખાસ કરીને વીરગતિને પામેલ સૈનિકને મળવા પાત્ર જમીન માટે તેમને વલખા મારવા પડે છે. તેમજ જે શહીદને મળવા પાત્ર રકમ છે, તે બીજા અન્ય રાજ્ય કરતા ઓછી છે. જેથી ગુજરાતના શહીદોના પરિવારને યોગ્ય સહાય મળે. તેમજ વીર નારીઓને પણ ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થઈ પરવડી ચોકડીથી વિશાળ રેલી યોજી ગોધરા મામલદારને આવેદન આપ્યું હતું.