અમદાવાદમાં માજી સૈનિક સંગઠન દ્વારા રેલી તેમજ ધરણાં યોજાયા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : શહીદ સ્મારક ખાતે માજી સૈનિકો તેમજ વીર નારીઓના વિવિધ કલ્યાણલક્ષી 14 મુદ્દાઓમાં આવરી લેવા માટે મહા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં વીર શહીદને એક કરોડ સહાય આપવી તેમજ માજી સૈનિકોને ખેતી હેતુ જમીન રહેણાંક માટે પ્લોટ આપવા તેમજ માજી સૈનિકોને નિવૃત્ત પછીની સેવામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી અને માજી સૈનિકોને સરકારી નોકરીમાં 20 ટકા અનામતનો ચુસ્તપણે અમલ થાય વગેરે જેવા મુદ્દાઓ રજૂ કરાયા હતાં. ગુજરાત સરકાર દ્વારા ચુસ્તપણે અમલીકરણ કરવા માટે આ આંદોલનમાં ગુજરાત રાજ્યના તમામ માજી સૈનિકો અને વીર નારીઓ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં.