સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટ બંધ, પ્રવાસીઓ અને સુરક્ષાકર્મી વચ્ચે ઝપાઝપી - gujaratinews
🎬 Watch Now: Feature Video
કેવડીયા કોલોનીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક લિફ્ટ બંધ થતાં પ્રવાસીઓ અકળાયા હતાં. વારંવાર લિફ્ટ બંધ થતાં પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મેઇન્ટેનેન્સ કરવામાં આવે છે. તેમ છતાં લાઇન લાંબી થવાના કારણે મુલાકાતીઓ દ્વારા ખાનગી સિક્યોરિટી કર્મીઓને માર મારવામાં આવ્યો હતો. મુલાકાતીઓએ 2 કર્મીઓને માર માર્યો હતો. આ વચ્ચે SRP જવાનો અને PSI દ્વારા કર્મીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.