જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબુદ કર્યા બાદ ભાજપે અમદાવાદમાં કાઢી એકતા યાત્રા - અમદાવાદના સમાચાર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી બાદ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી એકતા કુચ યાત્રા કાઢવામાં આવી હતી. શહેરના GMDC મેદાનથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, આઈ.કે.જાડેજા સહિત ભાજપના અન્ય નેતાઓ જોડાયા હતાં. આ એકતા યાત્રાનું સમાપન ઘાટલોડિયાના સ્વામી વિવેકાનંદ ચોકમાં થયુ હતું. એકતા યાત્રા દ્વારા એક ભારતનો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત યાત્રા નીકળી હતી.