દીવમાં 'જળ બચાવો પ્રકૃતિ બચાવો' ના વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ
🎬 Watch Now: Feature Video
દીવઃ સંઘ પ્રદેશ દિવમાં અનોખી ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળ ભવન દ્વારા છત્રીઓ પર 'જળ બચાઓ પ્રકૃતિ બચાવો'ના અભિયાન સાથે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 70 જેટલી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈને જળ બચાવવાનો સંદેશો આપ્યો હતો. સંઘ પ્રદેશ દીવમાં બાળ ભવનના ઉપક્રમે 'જળ બચાવો પ્રકૃતિ બચાવો' ના ઉદેશ સાથે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 70 જેટલી દીવની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈને છત્રીઓ પર ચિત્રો બનાવીને જળની સાથે પ્રકૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો. દીવના બાળ ભવન દ્વારા આયોજિત આ સ્પર્ધાઓમાં એક જ વિષય પર વિદ્યાર્થીઓએ તેમના વિચારો છત્રી પર ઉતારીને જળની સાથે પ્રકૃતિને બચાવવા માટે એક આદર્શ પ્રયાસ કર્યો હતો. જેને બિરદાવવા માંટે દીવના કલેકટરે પણ હાજરી આપીને બાળકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસને બિરદાવ્યો હતો.