અમદાવાદઃ ભૃણને કચરામાં ફેંકવા બદલ તબીબની ધરપકડ, પ્રેમસંબંધમાં ગર્ભવતી બનેલી સગીરાનો કર્યો હતો ગર્ભપાત - throwing fetus in garbage
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મણિનગરના આવકાર હોલ પાસે 7 જુલાઈએ મળેલા ભૃણ મામલે પોલીસે એક તબીબની ધરપકડ કરી છે. 15 વર્ષીય સગીરા 19 વર્ષના યુવક સાથે પ્રેમ સંબંધમાં ગર્ભવતી થઈ હતી. આ સગીરાએ માતાની સંમતિથી 6 જુલાઈએ ગર્ભપાત કરાવ્યો હતો. વટવા GIDSમાં આવેલા કેવલ મેડિકલ સેન્ટરના તબીબ ચેતન શાહે આ ગર્ભપાત કર્યો હતો. ગર્ભપાત બાદ ચેતન શાહે ભૃણને આવકાર હોલ પાસે કચરામાં ફેંક્યુ હતુ. જેને લઈને તપાસ બાદ મણિનગર પોલીસે તબીબની ધરપકડ કરી છે.