2020ના પ્રથમ દિવસે ઇટીવી ભારતના માધ્યમથી સોમનાથ મહાદેવની આરતીના કરો દર્શન - સોમનાથ મહાદેવના દરબારમાં વર્ષની પહેલી આરતી
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: આજે 2020ના વર્ષના પ્રથમ દિવસે જ્યોતિર્લિંગ સોમનાથની પ્રાતઃ આરતીના દર્શને હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૂર્યોદય જોઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. માત્ર ગુજરાત નહિં પરંતુ દેશભરમાંથી લોકો સોમનાથ મંદિરના દર્શને ઉમટ્યા હતા. ત્યારે સૂર્યોદય વખતે સોમનાથ મહાદેવને જાણે સૂર્યદેવ સોનેરી પ્રકાશ દ્વારા અભિષેક કરતા હોય એવુ દ્રશ્ય સર્જાયું હતું.