જામનગરમાં ફટાકડાનું ધૂમ વેચાણ, 4 કરોડના ફટાકડા ફૂટવાનો અંદાજ - divali news gujarat
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરની મોટાભાગની ફટાકડા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફટાકડા એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર બે દિવસ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બાદમાં લોકોએ ફટાકડાની ધૂમ ખરીદી કરી છે. ચાલુ વર્ષે દિવાળીમાં જામનગરવાસીઓ લગભગ 4 કરોડના ફટાકડા ફોડી ઉજવણી કરશે. જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ બજારમાં લોકોની ભીડ વધતી જોવા મળી રહી છે.