ભુજ તાલુકાના ભુજોડી ગામે ઉકાળાનું વિતરણ - Health and Family Welfare Department
🎬 Watch Now: Feature Video
કચ્છઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના ભુજોડી ગામે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉકાળા વિતરણનો લાભ ગામ લોકોએ લીધો હતો. મેડિકલ ઓફિસર પરેશ સચદે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઉકાળા વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો છે. આ ઉકાળા સાથે સંશમનીવટી ગોળી પણ આપવામાં આવી હતી.
Last Updated : Apr 9, 2021, 7:18 PM IST