અમદાવાદમાં દિવાળીના દિવસે ડાયમંડના વેપારીઓએ કર્યું ચોપડા પૂજન - અમદાવાદ ગ્રામીણ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ દિવાળીના તહેવાર પર લક્ષ્મીપૂજા અને ચોપડા પૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે દુકાનમાં વેપારીઓ પોતાના આંગણે રંગોળી કરીને ચોપડા પૂજન કરતા હોય છે. લક્ષ્મી ઘરમાં નિવાસ કરે તે માટે ખાસ પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. શહેરમાં ડાયમંડ વેપારીઓએ ચોપડા પૂજન કરી આવનારું વર્ષ ફળદાયી નીવડે તે માટે લક્ષ્મી પૂજન કર્યું હતું. આ દિવાળીએ અનેક મંગળકારી યોગ બની રહ્યા છે. આ પ્રસંગે સ્વાતિ નક્ષત્ર સૌભાગ્ય યોગ અને તુલા રાશિનો ચંદ્ર રહેશે આ મંગલકારી સંયોગમાં મહાલક્ષ્મીની પૂજા સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.