અરવલ્લી ધનસુરામાં જનતા કર્ફ્યુ જાહેર થતાં સંજ્જડ બંધ - કોરોના
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: તાજેતરમાં દિવાળીના તહેવારને લઇ કોરોના સંક્રમણ નોંધપાત્ર વધારો થતાં લોકોમાં ભય ફેલાયો છે. જેના પગલે અરવલ્લી જિલ્લાના ઘનસુરામાં વેપારીઓ દ્વારા ત્રણ દિવસ માટે સ્વંભૂ બંધ પાળવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કોરોનાથી 3 યુવકોના મોત નિપજતા નગરજનોમાં મહામારીને લઇ ભય ફેલાયો છે. છેલ્લાં બે દિવસમાં રેપીડ ટેસ્ટમાં 16 કોરોના પોઝીટીવ દર્દીઓ નોધાતા આગામી સમયમાં વધુ કોરોના ન ફેલાય તે માટે વેપારી મંડળ દ્વારા શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સુધી જનતા કરફ્યુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ આજે વહેલી સવારથી જ ધનસુરા નગરના તમામ બજારો સૂમસામ બન્યાં હતાં. જોકે દૂધ, શાકભાજી અને દવાઓ જેવી આવશ્યક સેવા ચાલુ છે અને લોકોએ પણ બિનજરુરી બહાર નીકળવાનું ટાળ્યું છે.