દેવભૂમિ દ્વારકાઃ જામ-રાવલ 3 મહિનામાં ચોથી વખત બેટ બન્યું - દેવભૂમિ દ્વારકાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના ચારેય તાલુકા દ્વારકા, ભાણવડ, જામ ખંભાળિયા અને જામ-કલ્યાણપુરમાં આ વર્ષે ખુબ સારો વરસાદ થયો છે, પરંતુ આ વરસાદ જામ-રાવલ માટે માથાનો દુખાવો બન્યો છે. કારણ કે, વર્તુળ-2 ડેમ અને સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા જામ-રાવલ ગામ પાણીમાં ગરકાવ થયું છે. આ ડેમના પાણીના કારણે માત્ર 3 મહિનાના સમયમાં જામ-રાવલ ચોથી વખત બેટ બન્યું છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી નથી.