વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 7 સામાન્ય સભામાં ગેરહાજર રહેલા મુકેશ દિક્ષિતનું સભ્યપદ રદ કરવાની માંગ - Vadodara shiksan samiti
🎬 Watch Now: Feature Video
વડોદરા : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સતત 7 વખત ગેરહાજર રહેતા સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશ દીક્ષિતનું તાત્પલિક સભ્ય પદ દૂર કરવા માટે વિપક્ષના સભ્યોએ માંગણી કરી છે. મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળતી સામાન્ય સભામાં જે સભ્ય સતત 3 વખત ગેરહાજર રહે તો તેઓને સભ્ય પદેથી દૂર કરવાનો નિયમ છે, પરંતુ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશ દિક્ષિત સતત 7 સામાન્ય સભામાં ગેરહાજર રહેવા છતાં તેમની સામે શાસનાધિકારી દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવતા વિવાદ ઉભો થયો છે. જેને લઇને વિપક્ષી સભ્યો નલિન મહેતા અને નરેન્દ્ર જ્યસ્વાલે શાસનાધિકારીને પત્ર લખી પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશ દિક્ષિતનું સભ્ય પદ રદ્દ કરવા માંગણી કરી છે.