DIWALI 2021 : વોકલ ફોર લોકલ વસ્તુઓ અંગે જાણો શું વિચારે છે બનાસકાંઠાના લોકો.... - Diwali 2021 banaskantha
🎬 Watch Now: Feature Video
ડીસા, બનાસકાંઠા : ચાલુ વર્ષે કોરોનાના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર દ્વારા દિવાળીની (Diwali 2021 ) છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, તેને પગલે આપણા જ દેશ કે વિસ્તારમાં બનેલી વસ્તુની લોકોમાં માંગ વધી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દિવાળી પર વોકલ ફોર લોકલની (Vocal For Local) અસરો જોવા મળી રહી છે. ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી બજારમાં મોટા પ્રમાણમાં સ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલી તેમજ સ્વદેશી વસ્તુઓ સ્થાનિક લોકો દ્વારા ખરીદવામાં આવે છે. આ બાબતે શું કહ્યું ગ્રાહકો અને વેપારીઓએ.....