મહેસાણાના અન્નદાતાનો અવાજઃ ફળ અને શાકભાજી પર ટેકાના ભાવ નક્કી ખેડૂતોની હુંકાર
🎬 Watch Now: Feature Video
મહેસાણા : ખેતીમાં અનાજ અને શાકભાજીના ઉત્પાદન મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતો હર હંમેશ સરકાર પાસે સારા MSP (મીનીમમ સપોર્ટ પ્રાઈઝ) ની આશા રાખતા હોય છે. જોકે, હાલ પણ રાજ્યમાં કેટલાંક ખેત ઉત્પાદનો અને શાકભાજીમાં ટેકાના ભાવ એટલે કે MSP નક્કી કરેલ નથી. આજે ખેડૂતોની ખરી મહેનતથી ઉત્પન્ન થયેલ ખેત પેદાશના સારા ભાવો મળી રહ્યા નથી. ત્યારે તાજેતરમાં કેરળ સરકારના શાકભાજી પર MSP લાગુ કરવાના નિર્ણય પર મહેસાણા જિલ્લાના ખેડૂત એવા ખેડૂતોને પાકોના યોગ્ય ભાવ અપાવવા માટે સંઘર્ષ કરતા વિષ્ણુભાઈ ચૌધરીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતા શાકભાજી પર રાજ્યમાં MSP મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.