MS યુનિવર્સિટીની પરીક્ષાનું પરિણામ આપવામાં વિલંબ, NSUIએ રજિસ્ટ્રારને બદામ આપી કર્યો અનોખો વિરોધ - NSUI reminded the registrar by giving nuts
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ MS યુનિવર્સિટીની પોલીટેકનિક ફેકલ્ટી સહિતની ફેકલ્ટીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 5000 વિદ્યાર્થીઓેએ પરીક્ષા આપી હતી, પરંતુ 185 વિદ્યાર્થીઓના પરિણામો સમયસર આવ્યા નથી. જેથી NSUI દ્વારા રજિસ્ટ્રારને ડ્રાયફ્રુટમાં બદામ અર્પણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બદામ આપવાનું કારણ એ હતું કે, સત્તાધીશોને વિદ્યાર્થીઓના અગત્યના કામ યાદ રહે. જે બાદ રજિસ્ટ્રાર દ્વારા આ સમસ્યાનો નિકાલ લાવવા માટે પૂરતું ધ્યાન આપવાની બાંહેધરી આપી હતી.