જામનગર: દરબારગઢનો દરવાજો 20 વર્ષ બાદ ખુલ્લો મુકાતા સ્થાનિકો ખુશી - દરબારગઢનો દરવાજો 20 વર્ષ બાદ ખુલ્લો
🎬 Watch Now: Feature Video
જામનગર: મુખ્ય પ્રવેશ દ્વારા ગણી શકાય તેવા દરબાર ગઢ નાકાનું વર્ષો બાદ રિનોવેશન થતા તેમજ નાકાના ત્રણેય દરવાજા જાહેર જનતા માટે રિઓપન કરવામાં આવ્યા હતા. વોર્ડ નં.12ના કોર્પોરેટર અસલમ ખીલજી, કોંગ્રેસ આગેવાનો તેમજ વ્હોરા સમાજના આગેવાનો દ્વારા દરબાર ગઢના ત્રણેય દરવાજાનું ઉદ્ધાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહત્વનો મુદ્દો તો એ છે કે, વોર્ડ નંબર-12ના સ્થાનિક તેમજ વેપારીઓ દ્વારા દરબાર ગઢ નાકા આસપાસ થતી ગંદકીની રજૂઆતના માત્ર 20 જ દિવસમાં જ દૂર કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષ જેટલા લાંબા સમયથી દરબાર ગઢના તમામ અડચણ વાળા કાર્યો વ્યવસ્થિત રીતે નિરાકરણ કરી જનતાની અવરજવર માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ઘણા સમયથી દરબાર ગઢ પાસે નાકામાં અને નાકાની બહાર ગંદકીના ગંજ ખડકાયા હતા. જાહેરમાં શૌચક્રિયા થતી હતી જેને કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. નાકાની આજુબાજુ સ્ટ્રીટ લાઈટ, ડસ્ટબીન, સી.સી. બ્લોક જેવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. દરબાર ગઢ નાકાના ત્રણેય દરવાજા જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.