નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ - તૌકતે વાવાઝોડાથી નુકસાન
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લામાં મુખ્યત્વે શેરડી અને કેળની ખેતી થાય છે. જિલ્લામાં 1 હજાર હેક્ટરમાં કેળનું વાવાતર થાય છે. આ કેળનો પાક તૈયાર થઈ ગયો હતો, જોકે, મંગળવારે આવેલા વાવાઝોડાના કારણે કેળના ઉભા પાકને નુકસાન પહોચાડ્યું છે. જિલ્લાના રાજપીપલા, ધમણાચા, ભચરવાળા ગામના ખેડૂતોનું કહેવું છે, કેળના એક છોડ પાછળ અમને 125 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે અને આ ખર્ચ કરવા અમે લોન પણ લીધી છે કેમ કે, ગત વર્ષે પણ વધુ વરસાદના કારણે અમને નુકસાન થયું હતું, ત્યારે ફરી વખતનું નુકસાન અમને પાયમાલ કરી મુકશે. જેથી અમે સરકાર પાસે વળતરની માગ કરીએ છીએ.