વડોદરાના ઇટોલા ગામમાં 11 ફૂટ લાંબા મગરનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટે કર્યું રેસ્ક્યુ - Wildlife Trust
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં ભારે વરસાદને પગલે પાણી લોકોના ઘરમાં ઘુસ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં રહેતા જીવો પણ માનવ વસાહત સુધી પોહચ્યા હતા. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી સર્પાકાર વિશ્વામિત્રી નદીમાં 600થી પણ વધારે મગરો વસવાટ કરે છે. અવાર નવાર આ મગરો માનવ વસ્તીમાં આવી જાય છે. વડોદરા શહેર નજીક આવેલ ઈટોલા ગમે 11 ફૂટ લાંબા મહાકાય મગરનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સદસ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક મેદાનમાં મહાકાય મગરે દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સભ્યો જાણ કરતા જહેમત બાદ 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરી મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
Last Updated : Aug 8, 2019, 5:22 PM IST