જૂનાગઢના એક ગામમાં મગર આવી જતા દોડધામ, રેસ્ક્યુ સુરક્ષીત સ્થળે છોડી મુકાયો - maliya hatina
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના શેરગઢ ગામના એક રહેણાક મકાનમાં ગુરૂવાર રાત્રીના સમયે એક મગર અચાનક આવી ચડ્યો હતો. જેને લઈને ઘરમાં રહેલા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો, મગર આવી ચડ્યાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ અને લાયન નેચર ક્લબના સભ્યોએ રાત્રીના સમયે જ મગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષીત સ્થળે છોડી મુકાયો હતો.