સુમુલમાં ભાજપની જીતથી લોકહિતના કામો થશે: સી.આર. પાટીલ - સુમુલ ભાજપની જીત
🎬 Watch Now: Feature Video
નવસારી: દક્ષિંણ ગુજરાતની સૌથી મોટી અને સહકારી ક્ષેત્રની સુમુલ ડેરીની ચૂંટણીમાં આજે (રવિવાર) ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ભાજપના 11 અને કોંગ્રેસના 5 ઉમેદવારોએ જીત મેળવી હતી. સુમુલના રાજકારણમાં જયેશ પટેલ (દેલાડ) ના ભાજપમાં આવવાથી રાજકીય સમીકરણો બદલાયા હતા. જોકે ભાજપે 11 બેઠકો મેળવતા ભાજપીઓમાં ખુશી જોવા મળી છે. આ સાથે જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી ખાતે સુમુલની જીત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપની પેનલ આવવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાત અને પશુપાલકોના હિતમાં કામ થવાની આશા વ્યક્ત કરી હતી.