રાજકોટ: જેતપુર તત્કાલ હનુમાન ચોકડી પાસે કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી - જેતપુરમાં કોરોના હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર રોજે રોજ વધી રહ્યો છે, ત્યારે જેતપુરની તત્કાલ હનુમાન ચોકડી પાસે ખાનગી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેનો શુભારંભ ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલ અને અગ્રણી ઉદ્યોગપતિ મનસુખ ખાચરિયા દ્વારા કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં જેતપુરના 8 ખાનગી ડૉક્ટરો ડૉ.વી.બી.કોટડીયા, ડૉ.ડી.બી.વાઘવાણી, ડૉ. એ.પી.ઊંધાડ, ડૉ.એમ.સી.અમીપરા, ડૉ.અમિત સોજીત્રા, ડૉ.સંજય ક્યાડા, ડૉ.ગોપાલ મોવલિયા અને ડૉ.ધર્મીત બાલધા ફરજ બજાવશે.