પોરબંદરમાં કોરોના કેસના આંકડામાં 2 કેસનો ફેરફાર, તંત્ર અજાણ

By

Published : Sep 13, 2020, 9:43 PM IST

thumbnail
પોરબંદરઃ એક તરફ દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કોરોના બાબતે જાગૃતિ ફેલાવવા અને તેનાથી બચવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો દ્વારા લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ક્યાંકને ક્યાંક તંત્ર દ્વારા પણ કોરોનાના આંકડામાં ગડમથલ થતી હોય તેવું અનેકવાર સામે આવ્યું છે. પોરબંદરના તંત્ર દ્વારા રોજ મીડિયા રિપોર્ટ મોકલવામાં આવતો હોય છે, જેમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકલવામાં આવતા મીડિયા રિપોર્ટમાં ગઈકાલે 12 સપ્ટેમ્બરના રોજ કુલ કેસ 544 હતા, જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ 2 કેસ નવા આવતા કુલ આંકડો 546 થવો જોઈએ તેના બદલે તંત્ર દ્વારા 548 નવા કેસ હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું. આ બાબતે ETV ભારતે તંત્રને જાણ કરતા તંત્ર હવે તપાસ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.