#HappyWomensDay : મહિલા દિન નિમિત્તે કોંગ્રેસ દ્વારા બાળકીઓને સોનાની ચૂકનું વિતરણ કરાયું - congress corporater vijay vank
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આજે વિશ્વ મહિલા દિવસ છે. ત્યારે રાજકોટના વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર વિજય વાંક દ્વારા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકીઓને સોનાની ચૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ કોંગી આગેવાનો પોતાના પરિજન સાથે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને મહિલા દિનની અનોખી ઉજવણી કરી હતી. મહત્વનું છે કે રાજકોટના કોંગી કોર્પોરેટર વિજય વાંક દ્વારા દર વર્ષે મહિલા દિન નિમિત્તે નવી જન્મ લેનાર બાળકીઓને સોનાની ચુકનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
Last Updated : Mar 8, 2020, 5:38 PM IST