વડોદરાના ઈવીએમ-વીવીપેટ વેર હાઉસની સુરક્ષાનું કલેક્ટર શાલિની અગ્રવાલે નિરીક્ષણ કર્યું
🎬 Watch Now: Feature Video
વડોદરા : સયાજીપુરા ખાતે આવેલ ઈવીએમ-વીવીપેટ વેર હાઉસની સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાનું કલેક્ટર શાલિની અગ્રવાલે નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત કલેક્ટર શાલિની અગ્રવાલે સયાજી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. કલેક્ટર શાલિની અગ્રવાલની આગવી પહેલના ભાગરૂપે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે,જિલ્લાની તમામ શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે કોર્પોરેટ સોશ્યિલ રિસપોન્સીબીલીટી ફંડ હેઠળ ખર્ચ કરવામાં આવ્યો છે.ખાસ કરીને આ પ્રોજેક્ટની અસરકારક ડિઝાઇન બનાવી અને ઓછા ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે.સયાજીપુરાના પ્રાથમિક શાળાના શિક્ષણગણે પણ આ પ્રોજેક્ટ માટે ખૂબ જહેમત ઉઠાવી છે. જે અભિનંદનને પાત્ર છે.આમ,આ પ્રોજેક્ટ દ્વારા લાખો લીટર વરસાદી પાણીનુ જળસંચય થશે.