ઝાલાવાડમાં તાપમાનનો પારો નીચે ગગડતા કોલ્ડવેવ જેવી સ્થિતિ... - ઝાલાવાડ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળતાની સાથે ઝાલાવાડમાં ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તાપમાનનો પારો સતત નીચે જતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જેની સીધી અસર અસર જનજીવન પર થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો નીચે જતા લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો તાપણા તેમજ ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના જોર વચ્ચે ઠંડા પવનના સૂસવાટાના લીધે મોડી સાંજ પછી અને વહેલી સવારે લોકો માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે આગામી ત્રણ-ચાર દિવસ ઠંડી યથાવત રહેવાનુ હવામાન વિભાગે જણાવ્યું છે.