Gandhinagar Election 2021: મતદાન સમયે બે જૂથો વચ્ચે અથડામણ, ટેન્ટ અને ખુરશીઓ તૂટી - Election of Gandhinagar Municipal Corporation
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આજે 3 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ જોવા મળી હતી. ગાંધીનગરનાં સેક્ટરો અને વોર્ડમાં સામ સામે પાર્ટીઓ આવી ગઈ હતી. જેમાં બોગસ વોટીંગની ફરિયાદો પણ ઉઠી હતી. તો સેક્ટર- 6 માં ખુશીઓ અને ટેન્ટ તોડી નાખવામાં આવ્યા હતા. જેમાં આચાર સંહિતાનો ભંગ પણ થયો હતો. સેક્ટર- 19 માં આપના કાર્યકર્તાઓ સફેદ ટોપી પહેરી હાજર રહેતાં કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે વિરોધ કર્યો હતો અને લેખિત ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના સ્થાનિક જોનારા પુસ્પેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કાર ચાલકે સફેદ ટોપી પહેરી હતી અને બીજાએ સફેદ ખેસ પહેર્યો હતો. આ પહેરી 4 થી 5 અજાણ્યા શખ્સોએ આવી આતંક મચાવ્યો હતો. જેઓ અહીં આવ્યા બાદ ટેબલ, ખુરશીઓ પછાડી હતી અને ટેન્ટ તેમજ ખુરશીઓ તોડી ભાગી ગયા હતા.