સુરતમાં વિવિધ મુદ્દાને લઇ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો વિરોધ, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત - સુરત શહેર કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
સુરત: ગુજરાતની વર્તમાન સરકારમાં થયેલા ભરતી કૌભાંડ, બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ અને સુરત કામરેજ હાઈવે ટોલ નાબૂદી જેવા વિવિધ મુદ્દાના વિરૂદ્ધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગળામાં ડુંગળીનો હાર પહેરી હાજર રહ્યા હતા. પરંતુ ધરણા કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.