જૂનાગઢમાં ક્રિસમસના તહેવારની ઉજવણી કરાઈ - જૂનાગઢમાં સર્વધર્મ સમભાવના ઉપદેશને પાદરીઓ દ્વારા અનુયાયીઓને આત્મસાધ કરવા માટે અનુરોધ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં ભગવાન ઇસુના જન્મ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે. તેમના જન્મદિવસને નાતાલ અથવા ક્રિસમસના તહેવાર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં આવેલા દેવળમાં ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દેવળમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન ઈસુ દ્વારા આપવામાં આવેલા સર્વધર્મ સમભાવના ઉપદેશને પાદરીઓ દ્વારા અનુયાયીઓને આત્મસાધ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.