પોરબંદરના ચાઇનીઝ બજારમાં રેંકડી હટાવવાની કાર્યવાહી કરાતા રેંકડી ધારકોએ પાલિકાનો વિરોધ કર્યો
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં છેલ્લા 3 વર્ષથી ચોપાટી પાસે આવેલા ચાઈનીઝ બજારમાં રેકડી રાખીને વ્યવસાય કરતા લોકોને રેકડી ઊભી ન રાખવાનો હુકમ પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયનો રેકડી ધારકોએ વિરોધ નોંધાવ્યો છે અને હાઇકોર્ટમાં આ મેટર શરૂ છે, ત્યાં સુધી કોઇ કાર્યવાહી ન કરવાની રેકડી ધારકોએ જણાવ્યું હતું. જો કે, બુધવારના રોજ નગરપાલિકાના અધિકારીઓ રેકડી હટાવવાની કામગીરી કરતા રેકડી ધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પરિવાર સાથે રસ્તા પર સૂઈ ગયા હતા. આગેવાનો અને અધિકારીઓની મિટિંગ બાદ તેઓને અઠવાડિયા સુધીની મુદ્દત આપવામાં આવી છે, તેમ ચીફ ઓફિસર હેંમત પટેલે ફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું. અઠવાડિયાની મુદ્દત પડતા પાલિકાના જેસીબી સહિતના વાહનો પરત ફર્યા હતા. ત્યારે રેકડી ધારકોએ રોજી રોટી પર પાટું મારવા અને શાંતિથી ધંધો કરવા દેવા અધિકારીઓને રજૂઆત કરી હતી.