ગુજરાતમાં વાવાઝોડાની શકયતાને લઇને જૂનાગઢના માંગરોળ બંદર ઉપર પૂર્વ તૈયારી - વાવાઝોડું
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાવાઝોડાની શકયતાને લઇને જૂનાગઢના માંગરોળ બંદર ઉપર વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વાવાઝોડાની આગમચેતીના ભાગરૂપે માંગરોળ બંદરની જેટીનું સમારકામ આગતોરા આયોજન રૂપે કરાઇ રહ્યું છે. જેટીનું ધોવાણ ન થાય તે હેતુથી જેટી પાસે ટેટરાપોલ લગાવવામાં આવી રહ્યાં છે, જેથી જેટીની સુરક્ષામાં વધારો થાય તેમ છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની શકયતાને લઇને આગોતરા આયોજનથી કામ શરૂ કરવામાં આવ્યું છે.