કાર્તિકી પૂનમના મેળામાં 'કેદી ભજીયા' બન્યા આકર્ષણનું કેન્દ્ર... - Rajkot District Jail
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સોમનાથનો કાર્તિક પૂર્ણિમાના પાંચ દિવસના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલના કેદીઓના ભજીયા લોકોનું આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. રાજકોટ જીલ્લા જેલના પાકા કામના અને આજીવન જેલ ભોગવી રહેલા 9 જેટલા કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ અને ગરમા ગરમ લાઇવ ભજીયા બનાવવામા આવે છે અને ભજીયા સાથે કઢીનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે. રાજકોટ જેલ અધિક પોલીસ ડો.રાવ અને રાજકોટ જીલ્લાના એસ.પી.ના માર્ગદર્શન હેઠળ સોમનાથના મેળામાં પાંચ દિવસ સ્ટોલ રાખી લોકોને મનગમતા ગરમા ગરમ ભજીયા પીરસવામા આવી રહ્યા છે. માત્ર 150 રૂપીયામા ભજીયાનુ ધૂમ વેચાણ થઇ રહેલ છે. મેળામાં આવતા જતા લાખો લોકો આ ભજીયા હાઉસની મુલાકાત અચુક લેતા હોય છે.